Posts

Showing posts from February, 2025

નાંધઈ પ્રાથમિક શાળામાં ભવ્ય આનંદ મેળો: બાળઉદ્યોગશીલતા અને કૌશલ્ય વિકાસનો અનોખો ઉપક્રમ.

Image
   નાંધઈ પ્રાથમિક શાળામાં ભવ્ય આનંદ મેળો: બાળઉદ્યોગશીલતા અને કૌશલ્ય વિકાસનો અનોખો ઉપક્રમ. શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત ન હોવું જોઈએ; વાસ્તવિક જીવનના અનુભવો અને વ્યવહારુ કૌશલ્ય શિક્ષણનો મહત્વનો ભાગ હોવો જોઈએ. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને  નાંધઈ પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા  દ્વારા એક ભવ્ય  આનંદ મેળાનું  આયોજન કરવામાં આવ્યું, જે બાળકોએ માત્ર મજા માટે નહીં, પણ ઉદ્યોગશીલતા અને વ્યવસાયિક કુશળતા માટેનો અનોખો અનુભવ આપ્યો. આનંદ મેળાનો ઉત્સાહભર્યો આરંભ આ પ્રસંગે શાળા  એસ એમસી અધ્યક્ષશ્રી ના હસ્તે રીબીન કાપી આનંદ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ ,  BRC Co. વિજયભાઈ પટેલ ,  તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ  અને ગામના વડીલો તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બાળકો દ્વારા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ  શાળાના આંગણામાં સુગંધ ફેલાવી રહી હતી. દરેક વિદ્યાર્થીએ પોતપોતાની વાનગીઓ સ્ટોલ પર ગોઠવી, વેચાણ અને વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી. ઉદ્યોગશીલતા અને વ્યવસાય...