Posts

Showing posts from November, 2025

શામળા ફળિયા ક્લસ્ટર કલા ઉત્સવ 2025-26માં નાંધઈ પ્રાથમિક શાળાનો સર્વશ્રેષ્ઠ વિજય

Image
   શામળા ફળિયા ક્લસ્ટર કલા ઉત્સવ 2025-26માં નાંધઈ પ્રાથમિક શાળાનો સર્વશ્રેષ્ઠ વિજય વિકસિત ગુજરાત @2047 થીમ અંતર્ગત શામળા ફળિયા ક્લસ્ટરનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ઉત્સાહ અને ઉત્કર્ષ સાથે યોજાયો. આ સ્પર્ધામાં શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળા એમ પાંચ શાળાઓના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કુલ ચાર સ્પર્ધાઓ—ચિત્ર, બાળકવિ, સંગીત ગાયન અને સંગીત વાદન—માં 11 સ્પર્ધકોએ પોતાની પ્રતિભા દર્શાવી. સી.આર.સી. શામળા ફળિયા (તા. ખેરગામ, જિ. નવસારી) દ્વારા આયોજિત આ કલા ઉત્સવમાં નાંધઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સર્વત્ર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ધ્રુવી સુનિલભાઈ પટેલ (ચિત્ર), દૃષ્ટિ ભાવેશભાઈ પટેલ (બાળકવિ), જીયા હરેશભાઈ પટેલ (સંગીત ગાયન) અને ધૃવ સુધીરભાઈ પટેલ (સંગીત વાદન)એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને નાંધઈ શાળાએ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવી અનોખો રેકોર્ડ રચ્યો. વિજેતાઓને ઇનામ વિતરણ ખેરગામ તાલુકા પંચાયતના સદસ્યશ્રી સુભાષભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીમાં BRC કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નાંધઈ શાળાનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

Image
  બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીમાં BRC કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નાંધઈ શાળાનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. નાંધઈ શાળાના આચાર્યશ્રીના હસ્તે કુમાર શાળાના વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. નાંધઈ શાળાના શિક્ષકશ્રી વિરેન્દ્રભાઈ પટેલના હસ્તે મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

ખેરગામના દોડવીરોએ સાપુતારામાં લહેરાવ્યો વિજય ધ્વજ!

Image
          ખેરગામના દોડવીરોએ સાપુતારામાં લહેરાવ્યો વિજય ધ્વજ! ખેરગામ /5મી નવેમ્બર 2025 ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે યોજાયેલી  10મી સ્ટેટ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માં ખેરગામ તાલુકાના બે વરિષ્ઠ દોડવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવ મેળવ્યું છે. ખેરગામના નિવૃત્ત શિક્ષક  મણિલાલભાઈ પટેલ ે 1500 મીટરની દોડમાં બીજો ક્રમ મેળવી  સિલ્વર મેડલ  જીત્યો. જ્યારે બહેજ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અને ખેરગામ નગીનદાસ નગરના રહેવાસી  પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલ ે અદભૂત પ્રદર્શન કરી 1500 મીટર અને 800 મીટર બંને દોડમાં  પ્રથમ સ્થાન  મેળવી બે  ગોલ્ડ મેડલ , તેમજ 400 મીટર દોડમાં  બીજો ક્રમ  મેળવી  સિલ્વર મેડલ  મેળવ્યો. આ રીતે ખેરગામ તાલુકાના આ બંને ઉત્સાહી વડીલ ખેલાડીઓએ કુલ  ચાર મેડલ  મેળવી તાલુકા અને જિલ્લામાં ખેરગામનું નામ રોશન કર્યું છે.